બાલવિમાની
સ્વતંત્ર ભારતવર્ષતણો હું બનીશ બાલ-વિમાની;
નાનકડા હૈંયામાં મારા હોંસ નથી કંઇ નાની.
ગરૂડ સમાણું વિમાન મારૂ સરસર ઊંચે ચઢશે;
વીજ વિલસતાં વાદળ વીંધી આકાશે જઇ અડશે.
ચક્કર પર ચક્કરલેતું એ માપ ધરાનું લેશે;
સાતે સાગર ઉપર થઇ ને ઘૂમશે દેશે દેશે.
આકાશે ને નીચે એનું બિંબ અજબ કંઇ શોંશે;
ઊંચા પર્વત સ્તબ્ધ બનીને શોભા એની જોશે.
દશે દિશાએ ભરતખંડની ધજા ફરકતી જાશે;
ગરવાં ગીતો ‘જય ભારત’નાં પૃથ્વી પર
પડઘાશે.
વિમાન મારૂ જ્યાં જ્યાં જાશે ત્યાં ‘જય હિંદ’ગવાશે;
પ્રેમભરી પ્રભુતા
ભારતની શુભ સર્વત્ર છવાશે.
સ્વતંત્ર ભારતવર્ષતણો હું બનીશ બાલ-વિમાની;
ભારતની સેવામાં
મારી હો જીવન-કુરબાની.
- પૂજાલાલ
No comments:
Post a Comment