મોરારજીભાઇ દેસાઇ
જેમની જન્મ જયંતી દર ચાર વર્ષે આવે છે
એવા એક સમયના ભારતના વડાપ્રધાન શ્રી મોરારજી ભાઇ દેસાઇનો જન્મ તા.૨૯-૦૨-૧૮૯૬ માં
સુરત પાસેના એક ગામમાં થયો હતો. સાદુ જીવન અને ઉચ્ચ વિચાર તેમનું એક માત્ર ધ્યેય
હતું. ગાંધીજીના અગિયાર વ્રતો તેમણે પોતાના જીવનમાં પાળી બતાવ્યાં હતાં.તેમણે
સમગ્ર ગીતા કંઠસ્થ કરી હતી. મહેસૂલ પ્રધાનથી શરૂ કરીને વડાપ્રધાન પદે પહોંચી એક
સિદ્ધાંતવાદી અને પ્રગતિશીલ વહીવટકર્તાની ઊંચી છાપ તેમણે પાડી હતી. કુદરતી
ઉપચારમાં ખાસ કરીને તેઓ શિવામ્બુના પ્રયોગકર્તા
અને પ્રચારક હતા.જીવનના ચેલ્લા વર્ષ દરમિયાન ‘ભારતરત્ન’ ના ઇલકાબથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. એ જ રીતે પાકિસ્તાને તેમને
પોતાના દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘નિશાન એ પાકિસ્તાન’ અર્પણ કર્યો.ઇ.સ. ૧૯૯૫ માં શતાયુના આરે પહોંચેલ ભારતનો આ સિતારો કે જેણે
કલેક્ટરથી કારકિર્દીની શરૂઆત કરી હતી તે બુઝાઇ ગયો.
No comments:
Post a Comment