કાર્લ માર્ક્સ
સમાજવાદી
વિચારધારાના જનક કાર્લ માર્ક્સનો જન્મ જર્મનીમાં યહુદી કુટુંબમાં થયો હતો.વિદ્યાર્થી
અવસ્થામાં તેમણે ધનસંપત્તિનો ઉપહાસ કરી માતાપિતાની આશા પર પાણી ફેરવી દીધેલું. પી.એચ.ડી થવા છતાં
આક્રમક વિચારધારાને કારણે તેમને પ્રધ્યાપક પદ ન મળ્યું. બહુમુખી પ્રતિભા ધરાવતા
મર્ક્સ ક્રાંતિકારી વિચારોને લીધે પત્રકારત્વના ક્ષેત્રમાં પડ્યા. અને જોતજોતામાં
ક્રાંતિકારીઓના આગેવાન બની ગયા.સામ્યવાદના મૂળ સ્થાપક અને વિશ્વ સમક્ષ પોતાના
વિચારધારાનો પ્રભાવ મૂકી જનાર વિરલ વ્યક્તિઓમાં એક કાર્લ માર્ક્સ હતા.તા.-૧૭/૦૩/૧૮૮૩ ના રોજ
જગતના એ મહાન ક્રાંતિકારી પોતાના સિદ્ધાંતોને ખાતર કઠોર ગરીબી અને યાતનાભરી જિંદગી
ગુજારી અવસાન પામ્યા.
No comments:
Post a Comment