ભગવાનલાલ ઇન્દ્રજી
ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લઇ,પિતા અને ભાઇ પાસેથી સંસ્કૃત
અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાનલાલને એમની કારકિર્દીના ચીલે ચડાવનાર તો ગિરનાર તળેટીમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખો જ હતા. જર્જરિત શિલાલેખ પરના લખાણો દિવસો સુધી મહેનત
કરી ઉકેલવામાં સફળતા મળતા એમનું નામ ગુજરાત ભરમાં પ્રસિદ્ધ થયું તેમણે આદિકાળથી વાઘેલાવંશ
સુધીનો “ ગુજરાતનો ઇતિહાસ” બોમ્બે ગેઝેટિયર માટે
તૈયાર કર્યો. ૧૬-૦૩-૧૮૮૮ના રોજ તેમણે
વિદાય લીધી.
No comments:
Post a Comment