Thursday, 7 March 2013

૮ મી માર્ચ


બાળ ગંગાધર ખેર
        બાળ ગંગાધરા ખેરનો જન્મ કોંકણમાં રત્નાગીરીમાં ઇ.. ૧૮૮૮ માં થયો હતો. શાળા-કૉલેજમાં તેઓ સંસ્કૃત અને અંગ્રેજી શીખ્યા. માધ્યમિક શિક્ષણ પૂનામાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઇમાં લીધું. તેઓ સોલીસીટર બન્યા.પછી તેઓ ન્યાયમૂર્તિની નોકરી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા... ૧૯૩૭ માં પ્રાંતિક સ્વરાજ્ય વખતે મુંબઇ પ્રાંતની ધારાસભામાં ચૂંટાઇને ગયેલા ખેર મુંબઇના સર્વપ્રથમ મુખ્ય પ્રધાન તરીકે વરણી પામ્યા. જન સેવા એ જ પ્રભુસેવા એ સૂત્રનો તેમણે જાતે અમલ કર્યો હતો. તા. ૦૮/૦૩/૧૯૫૭ ના રોજ બાળ ગંગાધર અવસાન પામ્યા

No comments: