વીર ભગતસિંહ
સ્વાતંત્ર્ય
સંગ્રામના એક અણનમ યોદ્ધા, ઝિંદાદિલ ઉદાર ઇન્સાન, વીર ભગતસિંહનો જન્મ
પંજાબમાં થયો હતો. ઉચ્ચા શિક્ષણ
પ્રાપ્ત કર્યા પછી દિલ્હી જઇને પત્રકાર તરીકે
જીવન શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગના
હત્યાકાંડે ભગતસિંહને હચમચાવી મૂક્યા. “ ઇન્કલાબ ઝિંદાબાદ “ નારા સાથે દિલ્હીની વડા ધારાસભાના હોલમાં બોંબ
ધડાકો કર્યો બ્રિટીશ સરકારે તેમના પર કેસ કર્યો. તેમને ફાંસીની સજા ફરમાવી. જેલમાં રહીનેય તેમણે દેશ પ્રત્યેની ચિંતા અને
ચિંતન કર્યું છે. તા ૨૩-૦૩-૧૯૩૧ના રોજ
ભગતસિંહ, સુખદેવ અને
રાજગુરૂએ ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને મોતને વહાલુ કર્યું.
કવિશ્રી ‘ સુંદરમ ‘
ગાંધીયુગના મહાન કવિ ‘ સુંદરમ ‘નો જન્મ તા. ૨૨-૦૩-૧૯૦૮ના રોજ ભરૂચ પાસેના મિયાંગામ- માતર ગામે થયો હતો. તેમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરૂષોતમદાસ
લુહાર હતું સાધુસંતો અને ભજનિકો પાસેથી ભક્તિગીતો સાંભળ્યા જેની અસર એમનાં
કાવ્યોમાં સ્પષ્ટ વર્તાય છે.
‘ અમૃતના યાત્રી’ એવા આ કવિ ૧૯૪૫માં શ્રી
અરવિંદ અને પૂજ્ય માતાજીના સંપર્કમાં આવ્યા અને જીવન સાવ બદલાઇ ગયું. શિક્ષકની નોકરી છોડી પોંડીચેરી અરવિંદ આશ્રમમાં
રહેવા ગયા. ૧૯૪૭થી ‘ દક્ષિણા ‘ નામના આધ્યાત્મિક
સામયિકનું તંત્રપદ સંભાળ્યું.
‘ કોયાભગતની કડવી વાણી ‘ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ
પ્રગટ થયો. તે પછી ‘ કાવ્યમંગલા ‘ ‘ વસુધા ‘ ‘ યાત્રા’ વગેરે સંગ્રહો પ્રગટ થયા. ‘ હીરાકણી અને
બીજા વાતો ‘ ‘ પિયાસી ‘ ‘ઉન્નયન ‘ ‘તારિણી’ વગેરે વાર્તસંગ્રહો પણ
પ્રગટ થયા.
તેમને રણજિતરામ ચંદ્રક, નર્મદ ચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ
ઉપરાંત ભારત સરકાર તરફથી ‘ પદ્મભૂષણ ‘ એવોર્ડ આપી એમનું યથાયોગ્ય સન્માન કરવામાં
આવ્યું છે.
No comments:
Post a Comment