ડૉ. હરિપ્રસાદ
પૂજ્ય બાપુના પરમ
મિત્ર અને સમાજ સેવક ડૉ.હરિપ્રસાદ
દેસાઇનો જન્મ ઇ.સ.૧૮૮૦ માં થયો હતો. ડોક્ટરનો વ્યવસાય ચાલુ રાખી સમાજ સેવા પણ કર્યે
જતા હતા. અમદાવાદની સુધરાઇના
પ્રમુખપદ પર રહી અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા અને રોગ મુક્ત કરવા ભારે પ્રયત્નો કર્યા હતા. મ્યુનિસિપાલિટીના પ્રમુખ વગેરે હોદ્દાઓ પર હોવા
છતાં તેઓ હંમેશાં પોતાની સાઇકલ ઉપર જ ફરતા. ૯૦ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને ૩૧/૦૩/૧૯૫૦ના રોજ
ડૉક્ટર સાહેબનું અમદાવાદમાં અવસાન થયું હતું.
No comments:
Post a Comment