દરબાર વાજસુરવાળા
વાજસુરવાળાનો જન્મ ૧૦/૦૩/૧૮૭૪ ના રોજ થયો હતો.ગુજરાતી છ ધોરણ બગસરામાં
ભણીને વધુ અભ્યાસ્સ્ર્થે રાજકુમાર કૉલેજમાં પ્રવેશ લીધો.એમના કૌશલ્યને પારખીને એમને
તાલુકા વહીવટી અધિકારી ની નોકરી મળી.બ્રિટિશ પોલિટિકલ એજેન્ટે એમને પોરબંદર રાજ્યના
એડ્મિનિસ્ટ્રેટર બનાવ્યા હતા. જમીન જોઇને ક્યાં કેટલે ઊંડે પાણી હશે એ કહી શકતા.એમણે
સ્થાપેલી ‘હડાણા લાઇબ્રેરી’ નો સમૃદ્ધ ગ્રંથભંડાર ત્યાંની પ્રજા માટે સદા ખુલ્લો
રહેતો. એમણે હરિજન બાળકોના શિક્ષણ અને વિકાસ માટે ખાસ પ્રબંધ કરેલો.
No comments:
Post a Comment