ગુજરાતના પ્રાદેશિક પ્રદેશો
- ભાલ પ્રદેશ-ધોળકા,ધંધુકા અને નળકાંઠાના આસપાસના વિસ્તારને ભાલ પ્રદેશ કહેવામાં આવે છે.ભાલમાં ઘઉંનો પાક વધુ પ્રમાણમાં થાય છે.
- વઢિયાર પ્રદેશ-ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લા ના વિસ્તારને વઢિયાર પ્રદેશ કહેવામાં આવે છે જ્યાં બોર,લીંબુ, બીટ અને પપૈયાની ખેતી થાય છે.
- કાનમ પ્રદેશ-ભરુચ અને વડોદરા ના વિસ્તારને કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. જે ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.
- ચરોતર પ્રદેશ-વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે.જે તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે.
- પાંચળ પ્રદેશ- સુરેન્દ્ર નગર અને ઝાલાવાડ ના વિસ્તારને પાંચળ પ્રદેશ કહેવામાં આવે છે.જ્યાં ચામુંડા માતાજીનું ચોટીલા ધામ આવેલું છે અને પ્રખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. તેના વિષે કહેવત છે કે
“ખડ પાણી ને ખાખરા,પથ્થરોનો નહી પાર,
વગર દીવે વાળું કરે, ઇ ભોમ દેવ કો
પંચાળ”
- વાગડ પ્રદેશ-કચ્છ્ના સૂકા વિસ્તારને વાગડ પ્રદેશ કહેવામાં આવે છે જ્યાં ગુજરાતનું એક માત્ર રણ આવેલું છે.જેના વિષે એક ગીત છે કે
“દાદા હો દીકરી દાદા હો દીકરી
વાગડમાં નવ દેશો હો સઇ.”
- બન્ની પ્રદેશ-કચ્છના રણમાં આવેલા ઘાસના મેદાનો વાળો પ્રદેશ,બન્ની એ માલધારીઓનો પ્રદેશ છે,જ્યાં પશુમેળાનું આયોજન કરવામાં આવે છે. .
No comments:
Post a Comment