Saturday, 23 February 2013

૨૨ મી ફેબ્રુઆરી


કસ્તુરબા ગાંધી
                       મહાત્મા ગાંધીના જીવનસંગિની, પૂજ્ય બા કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો. ૭ વર્ષના વયે મોહનદાસ સાથે સગાઇ થઇ અને ૧૩ વર્ષની વયે તેમના લગ્ન થયાં. ગાંધીજી સાથે રહેવું કેવું કપરું હતું તે કસ્તુરબા સિવાય બીજું કોણ જાણી શકે ? સાવ નિરક્ષરતામાંથી સાક્ષર બનવા માટે ૬૦ વર્ષે પણ અંગ્રેજી વાંચતા-લખતા શીખવવાનો આરંભ કરતાં તેને નાનપ કે શરમ ન લાગતી. દરરોજ ૪૦૦ થી ૫૦૦ તાર સૂતર કાતવું, બાપુના પગના તળિયે માલિશ કરવી, પ્રાથનાસભામાં હાજરી આપવી, ઇત્યાદિ ક્રિયાઓ તેમના જીવનનો એક ભાગ જ બની ગયેલ. જો સમર્પણ, ત્યાગ, નિરાંડબર અને સહનશીલતા એ સંતોનું દેવદ્રાર હોય તો તેઓ પતિ ગાંધીજી કરતાં સો ગણા સરળ અને વંદનીય વિભૂતિ હતા. તા.૨૨-૦૨-૧૯૪૪ના રોજ બાએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો. બાપુએ કહેલું :મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.”

ઇન્દુલાલ યાજ્ઞિક-ઇન્દુચાચા
               ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨-૦૨-૧૮૯૨ના રોજ નદિયાદમાં થયો હતો. કોલેજ પૂર્ણ કર્યા બાદ વકીલાતના ધંધામાં જોદયા. આઝાદી માટેના  વિચારો રજૂ કરવા નવજીવનઅને યંગ ઇન્ડિયા” માસિકપત્રો શરૂ કર્યા હતા. તેમણે ગોધરા મુકામે “રાષ્ટ્રીય કેળવણી” માટેની એક સંસ્થાનો વિચાર રજૂ કર્યો, જેમાંથી “ગુજરાત વિધાપીઠ” નો જન્મ થયો.
                તેઓ જહાલ જૂથ સાથે સંકળાયેલા હતા. હોમરૂલ, બંગભંગ, સ્વદેશી ચળવળ વગેરેમાં તેઓ સક્રિય રહ્યા હતા.
                 તેમણે “પાવાગઢનું પતન” નામે ફિલ્મ બનાવી હતી. “માયા”નામે નવલકથા લખી હતી.

No comments: