Thursday, 28 February 2013

૨૭ મી ફેબ્રુઆરી


ચંદ્રશેખર આઝાદ
                ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં થયો હતો. નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ , ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ છોડી ચંદ્રશેખર ક્રંતિકારી દળમાં જોડાયા.સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યા હોવા છતાં, એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી. એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયાં. એ દિવસ હતો ઇ.૧૯૩૧ના ફેબ્રુઆરી માસની ૨૭મી તારીખનો.

No comments: