જે.કૃષ્ણમૂર્તિ
વિશ્વચિંતક દાર્શનિક જે. કૃસણમૂર્તિનો જન્મ
ઇ.સ. ૧૮૯૫ ના રોજ દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં થયો હતો. ડૉ.એની બેસન્ટે તેમને શિક્ષણ
માટે પસંદ કર્યા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક ‘ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઇસ્ટ’ અધ્યક્ષ પદ જે.કૃષ્ણમૂર્તિને
તારુણ્યાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતર્જ્યોતિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ
આ પદનો ત્યાગ કરી ઇંગ્લેન્ડ,અમેરિકા અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું
કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ,સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે. કૃષ્ણમૂર્તિ વ્યાપક અર્થમાં શિક્ષણ
શાસ્ત્રી હતા તેઓ કહેતા :”માત્ર પુસ્તકોનું શિક્ષણ ભરોસાપાત્ર નથી ભરોસો અંતરમાંથી
આવવો જોઇએ” વિશ્વભરના મહાન દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનું ૯૦ વર્ષની જૈફ વયે તા.૧૭-૦૨-૧૯૮૬
માં અવસાન થયું.
No comments:
Post a Comment