Wednesday, 20 February 2013

૨૦ મી ફેબ્રુઆરી


નિકોલસ કોપરનિક્સ
       ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિક્સનો જન્મ તા.૨૦/૦૨/૧૯૪૩ ના રોજ પોલેન્ડમાં થયો હતો. બાળપણથી જ તે મહેનતુ હતો અને વિજ્ઞાન પ્રત્યે તેની રુચિ હતી. તે ખગોળ ગણિત ઉપરાંત તત્વજ્ઞાન પણ ભણ્યા. . તે ધર્મના શિક્ષણ માટે ઇટાલી ગયા. કૉલેજનો અભ્યાસ કરી તેઓ ડૉક્ટર બન્યા. તેમણે ક્વોડ્રન્ટ નામનું સાધન બનાવેલું. જેના દ્વારા તારાની ઊંચાઇ માપી લેતા અને તેના પરથી ગ્રહોની ગતિના કોષ્ટકોની મદદથી તેમણે સૂર્યમંડળનો સિદ્ધાંત સ્થાપ્યો. તેમણે જાહેર કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને બધા ગ્રહોનું મધ્યબિંદુ છે. તેમ જ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.તેમણે પરિભ્રમણ નામનો ગ્રંથ લખ્યો.

No comments: