સર પ્રભાશંકર પટ્ટ્ણી
સાધુપુરુષ પ્રભાશંકર પટ્ટણીનો
જન્મ મોરબી ગામમાં થયો હતો. તેઓ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી હતા. એક સામાન્ય શિક્ષક
તરીકેની નોકરીથી કારકિર્દીનો પ્રારંભ કરીને તેઓએ ભાવનગા રાજ્યના દીવાનપદ તથા
એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવ્યું હતું. ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓ પોતાથી બનતું
બધુ જ કરતા. તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ
અનન્ય હતા. ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન ખૂબ સાદગીભર્યું હતું.૭૬ વર્ષની
ઉંમરે તા. ૧૬-૨-૧૯૩૮ ના રોજ તેમનું અવસાન થયું , ત્યાં સુધી તેઓ
ભાવનગર રાજ્યને અને રાજવીને સર્પિત રહ્યા હતા.
No comments:
Post a Comment