સરોજિની નાયડુ
હિંદના ‘બુલબુલ’ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની
નાયડુનો જન્મ ૧૩-૨-૧૮૭૯ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેર વર્ષની વયે તેમણે ૧૩૦૦
પંક્તિઓ કાવ્યસ્વરૂપે લખી અને ૨૦૦૦ લીટીઓનું એક નાટક પણ રચી નાખ્યું.તેઓ
સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાદૂબ રહેતાં. ગાંધીજીના એક
અનન્ય શિષ્ય તરીકે તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે. એમના કાવ્યસંગ્રહોમાં બર્ડ
ઓફ ટાઇમ, બ્રોકન વિંગ, પોએમ્સ ઓફ લાઇફ
એંડ ડેથ સમાવિષ્ટ થાય છે. આઝાદી પછી યુક્ત પ્રાંતના ગવર્નર બન્યા હતા. એ સ્થાન પર ફરજ
બજાવતાં જ લખનૌંમાં અવસાન પામ્યાં. સ્વર મીઠાશને કારણે લોકો તેમને ‘હિંદનું બુલબુલ’ કહેતા.ભારતીય સાહિત્યની સમૃદ્ધી
માટે શ્રીમતી નાયડુને સદૈવ યાદ કરવામાં આવશે.
No comments:
Post a Comment