Friday, 1 February 2013

૨ જી ફેબ્રુઆરી


ડૉ. શ્રીધર વ્યંકટેશ કેતકર
          મહારાષ્ટ્ર સારસ્વતના એક વિરલ સાહિત્યકાર ડૉ.વ્યંકટેશ કેતકરનો જન્મ તા. ૨-૨-૧૮૮૪  ના રોજ થયો હતો. શિક્ષકે તો કેતકરને એન્સાઇક્લોપેડીયો એવું નામ આપેલું.પી.એચ.ડી. કરી કલકત્તા વિદ્યાપીઠમાં વ્યાખ્યાતા તરીકે નિમાયા. દરમિયાન જ્ઞાનકોષની યોજના ઘડી કાઢી. ઇ.સ. ૧૯૩૦ માં ગ્રંથનો છેલ્લોભાગ બહાર પાડ્યો. તેમણે વિદ્યાસેવિકા નામનું માસિક પણ શરૂ કરેલું અનેક સાતેક નવલકથાઓ પણ લખેલી. ૧૯૩૭ ના એપ્રિલ માસમાં એમનું દેહાવસાન થયું. મૃત્યું બાદ ડૉ.કેતકરને મહારાષ્ટ્ર સારસ્વતના આધુનિક વ્યાસ તરીકે  સ્વીકારવામાં આવ્યા.     

No comments: