ચાર્લ્સ ડીકન્સ
નવલકથાકાર
ચાર્લ્સ ડીકન્સનો પરિચય કરાવવોએ સૂર્ય સામે ટૉર્ચ ધરવા જેવી બાબત છે. તા.
૦૭-૦૨-૧૮૧૨ ના રોજ પોટર્સીમાં તેમનો જન્મ થયો હતો. એમનું બાળપણ ભારે આર્થિક
અસલામતીમાં વીત્યું હતું. એક કારખાનામાં તેને શીશીઓ ધોવાનું કામ મળ્યું.ઉપરાંત
વાર્તા લખવાની શરૂ કરી. તેની કલ્પના શક્તિ ગજબની હતી. તેનો ઉદય ચમાત્કારિત અને
નાટકીય હતો. દર અઠવાડિયે તેના પત્રની ચાલીસ હજાર કોપીઓ વેચાવા માંડી.રાતોરાત ડીકન્સ
સામાન્ય પત્રકારમાંથી ઇંગ્લૅન્ડનો સૌથી લોકપ્રિય લેખક બની ગયો. ત્રીસ વર્ષો સુધી
તેની આ સાહિત્ય યાત્રા ચાલું રહી. ડીકન્સે ત્રણ હજાર પાત્રોનું સર્જન કર્યુ હતું.
તેની ઉત્તમ નવલ કથાઓમાં ‘ટેલ ઓફ ટુ સિરિઝ’, ‘હાર્ડટાઇમ્સ’, ‘બ્લૅકહાઉસ’, ‘ક્રિસમિસ કેરોલ’ વગેરે ગણાય છે.સમાજે કરેલા અન્યાય સામે વધતી
જતી નિરાશા અને દુ:ખી લગ્નજીવન તેમાં કારણભૂત હતા. ઇ.સ. ૧૮૭૦ માં મગજ પરના હુમલાને
કારણે તેમનું અકાળે અવસાન થયું.
No comments:
Post a Comment