વિક્ટર હ્યુગો
વિક્ટર હ્યુગોનો
જન્મ તા. ૨૬-૦૨-૧૮૦૨ના રોજ થયો
હતો. પિતાની સાથે વિવિધ દેશોની
સફરને કારણે અનુભવનું ભાથું સંચય કરવાનું
સદભાગ્ય અને મળ્યું હતું. ‘ઓડ્ઝ એન્ડ બેલેડ્ઝ’ નામના એના પ્રથમ કાવ્યસંગ્રહે એની વિશિષ્ટ કાવ્યપ્રતિભાનું દર્શન
કરાવ્યું. તેણે લખેલી બાળકો માટેની
વાર્તાઓ વ્યાપક લોકાદર પામી છે. એમના દ્રારા
ઊર્મિકાવ્યો, નવલકથાઓ, નાટકો અને રાજદ્રારી
લખાણો એમ વિપુલ સાહિત્યસર્જનનો પ્રવાહ અવિરત વહ્યા કર્યો. એની રંગદર્શિતા અને માનવ પ્રત્યેનો એનો ઊંંડા સમભાવ
એની કૃતિઓમાં સભર રીતે વિસ્તરેલો છે. ૧૮૮૫માં પેરિસ
ખાતે તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment