થોમસ કાર્લાઇલ
અંગ્રેજી ભાષા સાહિત્યના સમર્થ ગદ્યકાર થોમસ
કાર્લાઇલનો જન્મ એક ગરીબ કડિયાને ત્યાં થયો હતો. તેમણે સાહિત્ય અને કલાનો ઊંડો
અભ્યાસ કર્યો. પછીથી તેમણે કાયદાનો પણ અભ્યાસ કરેલ. તેમની વિશ્વવિખ્યાત કૃતિ History of the French
Revolution પર આધારિત છે.
ફ્રેંચ પ્રજાએ કરેલી મહાન ક્રાંતિની ઉજ્જવળ ગાથા નિરૂપતો આ મૂલ્યવાન ગ્રંથ
અંગ્રેજીસાહિત્યના સંદર્ભમાં પણ ખૂબ મહત્વનો ગણાય છે. મહાન ચિંતક શ્રી કાર્લાઇલે તા.૫-૨-૧૮૮૧ ના રોજ ચિર વિદાય લીધી.
No comments:
Post a Comment