પૂજ્ય ડોંગરેજી મહારાજ
ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન
કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ તા. ૧૫-૨-૧૯૨૬ એટલે કે સંવત ૧૯૮૨ ના ફાગણ
સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો. ભાવપૂવર્ક ગુરૂ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે
પુરાણો, વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો. તેમના
જીવન્માં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો
ત્રિવેણી સંગમ રચાયો. વધુ અભ્યાસ અર્થે તેઓ કાશી ગયા. અધ્યયન બાદ કથા પૂનામાં થઇ.
માત્ર કથાકાર જ નહીં પરંતુ ભાગવતના વાસ્તવિક દ્રષ્ટા અને વક્તા બની તેમણે કરેલી આ કથામાં
જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય તેમ કથા મધુર અને પ્રેરક બની. ઓછા કટાક્ષ,અર્થસભર ટૂંકા દ્રષ્ટાંત અને શ્રોતાઓને ધર્મભાથુ ભરી દેવાનો ઇરાદો તેમની
કથાના મુખ્ય હેતુ હતા, શ્રોતાઓનો મંત્રમુગ્ધ
કરતી એની શૈલીમાં વિદ્રતા અને ભાષા પ્રભાવ અદભુત હતા અને ભાગવતની જેમ રામાયણમાં
તેઓ શ્રોતાઓનો રસતરબોળ કરી દેતા. તેમની ચિરવિદાયથી ગુજરાતની જનતાને ગૌરવશીલ અને
ઉતમ કથાકાર ગુમાવ્યા છે પૂજ્ય ડોંગરેજી મહારાજ તત્કાળે અક ઉતમ કથાકાર તરીકે
ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
No comments:
Post a Comment