રામકૃષ્ણ પરમહંસ
રામકૃષ્ણ પરમહંસનો જન્મ તા. ૧૮/૦૨/૧૮૩૬
ના રોજ બંગાળના એક ગામડામાં થયો હતો. વારસામાં ઊતરેલી ભગવદભક્તિને લીધે સાધુસમાગમ, ભજનકિર્તન તથા ભગવાનની લીલાના
ખેલોમાં જ તે મસ્ત રહેતા. એટલી નાની વયે પણ એ સમાધિસ્થ થઇ જતા. તોતાપુરી નામના સંન્યાસી
પાસેથી વેદાંત તથા સાધનાનું જ્ઞાન મેળવી સમાધિ-સાધના આદરી. પરમ જ્ઞાન પ્રાપ્ત કરી તે
પરમહંસ કહેવાયા. તેમની ભક્તિથી પ્રભાવિત થઇ બધા જ સંપ્રદાયના લોકો એમના સંત્સગનો લાભ
લેતા. વિદ્વાન લોકોનું મંડળ વધવા લાગ્યું. સ્વામી વિવેકાનંદ તેમના અધિક પ્રિય શિષ્ય
બન્યા. શ્રી રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. ઇ.સ. ૧૮૮૬ માં રામકૃષ્ણે પોતાની
જીવનલીલા સંકેરી લીધી.
No comments:
Post a Comment