પંડિત દીનદયાળ ઉપાધ્યાય
પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના
એક નાનકડા ગામમાં થયો હતો. કૉલેજકાળમાં સાવ સ્વાભાવિકતાથી પરીક્ષા આપી આવે અને
પહેલો નંબર આવે. દરમિયાન તેમનો સંપર્ક રાષ્ટ્રીય સેવક સંઘ સાથે થયો.તેઓ સંઘના
મંત્રી બન્યા. અન્ય સહયોગીના સહયોગથી ભારતીય જનસ6હ્ગને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા
અપાવી. તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને જગદગુરુ શંકરાચાર્ય વિષે પુસ્તકો પણ લખ્યા
હતા. લખનૌમાં ’રાષ્ટ્રધર્મ’ સંકળાયેલા હતા. તા.૧૧-૨-૧૯૬૮ના રોજ
દીનદયાળજીના એક રેલવે પ્રવાસ દરમિયાન કરૂણાંતિકા સર્જાઇ. એ ટ્રેનમાં અંધારી રાતે
શું થયું તે રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી
ટોમસ આલ્વા એડિસન
અમેરિકાના મહાન
વિજ્ઞાની ટોમસ આલ્વા એડિસનનો જન્મ તા.૧૧-૨-૧૮૪૭ના રોજ ઓહયો રાજ્યના મિલાન નામના
ગમમાં થયો હતો.
શાળામાં તે પ્રશ્નો
પૂછી શિક્ષકોને બહુ પજવતો હતો. શિક્ષકો તેને ‘ઠોઠ નિશાળિયો’ ગણતા હતા. તેથી તેની માતાએ તેને શાળામાંથી ઊઠાવી લઇ ઘરે ભણાવ્યો. ટોમસ
નવું નવું જાણવાની અને પ્રયોગો કરવાની વૃતિ ધરાવતો હતો.
તે ટેલિગ્રફ ઓપરેટર તરીકે
નોકરી કરતો હતો. તે દરમિયાન તેણે શેરોના ભાવ નોંધતું એક યંત્ર બનાવ્યું. ૧૮૭૮ માં
તેણે ફિલ્મ માટેના અને ગ્રામોફોનની શોધ કરી. ૧૮૯૩માં તેણે ફિલ્મ માટેના ‘મૂવીપ્રોજેક્ટ’ ની શોધ કરી.૧૮૭૯ના ૨૧મી ઓક્ટોબરે તેણે વીજળીના દીવાની શોધ કરી.તેના નામે
લગભગ ૧૧૦૦ જેટલી શોધો નોંધાઇ હતી.
મહાન વિજ્ઞાની તા.
૧૮-૧૦-૧૯૩૧ ના રોજ આ દુનિયામાંથી વિદાય થયા.
No comments:
Post a Comment