Sunday, 3 February 2013

૪ થી ફેબ્રુઆરી


પ્રો.સત્યેન બોઝ
              ભૌતિક વિજ્ઞાનના સંશોધક અને વૈજ્ઞાનિક સત્યેન બોઝનો જન્મ કલકત્તામાં ઇ.સ. ૧૮૯૪ માં થયો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી જ એમ.એસ.સી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી એ જ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રધ્યાપક અને અધ્યક્ષ તરીકે અવિરત સેવાઓ આપી. તેમની વિદ્વતા અને કર્તવ્ય નિષ્ઠાથી પ્રેયાઇને વિશ્વભારતી યુનિવર્સિટીએ તેમને કુલપતિ પદે નિયુક્ત કર્યા. એમને એફ.આર.એસ. નું બિરુદ પ્રાપ્ત થયું.હિંદની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી નવાજ્યા હતા. શાંતિનિકેતનની યુનિવર્સિટીના પણ તેઓ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા હતા. તેમનો આગ્રહ હતો કે વિજ્ઞાન માતૃભાષામાં જ શીખવું જોઇએ. પ્રો.બોઝ તા.૪-૨-૧૯૭૪ નારોજ અવસાન પામતા ભારતને મોટી ખોટ પડી.   




પંડિત બિરજુ મહારાજ
           પંડિત બિરજુ મહારાજનો જન્મ તા.૪-૨-૧૯૩૮ નારોજ પતિયાળા પાસેના રાય્પુરમાં થયો હતો. નૃત્ય એમને વારસામાં મળ્યું હતું. નાનપણથી જ સ્ટેજ પર સુંદર નૃત્યો રજૂ કરી લોકોનાં મન હરી લેતા હતા.
         માત્ર ૨૨ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય નાટક અકાદમીનો એવોર્ડ એમને મળ્યો હતો. ત્યાર બાદ એમણે નૃત્યની તાલીમ આપતી નૃત્ય શાળાની સ્થાપના કરી.
         એમણે નવી કથ્થક નૃત્યશૈલી વિકસાવી હતી. કેન્દ્ર સરકારે સેન્ટર ફોર કથ્થક સંસ્થા શરૂ કરી, જેમાં પ્રથમ ડાયરેક્ટર અને ગુરૂ તરીકે બિરજુ મહારાજની નિયુક્તિ કરી. ભારતસરકારે એમને પદ્મભૂષણ નો ખિતાબ આપી બહુમાન કર્યું.  
      

No comments: