Thursday, 28 February 2013

૨૫ મી ફેબ્રુઆરી


 રવિશંકર મહારાજ
              મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ તા.૨૫-૦૨-૧૮૮૪ના રોજ ખેડા જિલ્લાના એક ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાના શોધમાં એકલા ઘૂમવું એ તો મહારજને માટે રમત વાત. કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશામોખરે રહ્યા હતા. કોમી હુલ્લડ વખતે હિન્દુ-મુસ્લિમ લતાઓમાં નિર્ભય થઇને ફરતા અને ભાઇચારો સ્થાપવાનો પ્રયાસ કરતા. ગુજરાતના અલગ રાજયની રચના થતાં ગુજરાત રાજ્યનો શુભારંભ તેમના હસ્તે થયો હતોશ્રમ, સાદાઇ અને સંયમ એ મહારાજના જીવનનાં ત્રણ મુખ્ય ગુણો હતો. પૂજ્ય રવિશંકર દાદાનું ઇ. ૧૯૮૪માં શતાબ્દિ આયુષ્ય ભોગવીને નિધન થયું.

No comments: