દુલા ભાયા કાગ
પદ્મશ્રી દુલાકાગનો જન્મ ભાવનગર પાસેના એક ગામમાં થયો
હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા.
દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં
દ્વાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’, ’પંચદશી’ અને ‘ગીતા ’તો એમને કંઠસ્થ થઇ ગયા. દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિત ધોધ બની
રહી. એમણે રચેલી ‘કાગવાણી’નું ગુંજન
લોકોનું સંસ્કારધન બની ગયું છે. ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતા
રાખનાર કવિ કાગને ભારત સરકરે પદ્મશ્રીનો ઇલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું.
તા.૧૨-૨-૧૯૭૭ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી.
No comments:
Post a Comment