કહું શું શું ગમે?
મને શું શું ગમે?
અંધારે
રાતે ઊંડા આકાશમાં
તારા તણા
પલકારા ગમે.મને..
વાદળીઓ વચ્ચે રમતા ચાંદાના
રૂપેરી તેજના ક્યારા ગમે.મને...
ઉગી આથમતા સૂરજના તેજના
ઉડતા આભે ફુવારા ગમે.મને...
કાળાં ડિબાંગ સા અંધાર્યા મેઘે
વીજળીના ચમકારા ગમે.મને...
જંગલના
ઝાડોને ઉંચા પહાડો
ધમધમતા ધોધની ધારા ગમે.મને...
સાગર-સીમાડેથી ઉડંતી લહેરે
ગર્જતાં ગીતો પ્યારા ગમે.મને...
મઘમઘતી મંજરીએ
આંબાની ડાળે
કોયલના ટહુકારા ગમે.મને...
મીઠી
સુગંધથી ખીલંતે ફૂલડે
ભમારાનાં
ગુંજન ન્યારા ગમે.મને...
સઘળી સુંદરતા એ
ધરતી માડીના
મુખડાના મલકારા ગમે.મને...
-ત્રિભુવન વ્યાસ
ગુજરાતી
વાંચન માળા,ચોથી ચોપડી,૧૯૫૦
No comments:
Post a Comment