મોક્ષગુડમ્ વિશ્વેશ્વરૈયા
પ્રતિભાવાન ઇજનેર
મોક્ષગુડમ્ વિશ્વેશ્વરૈયાનો જન્મ તા. ૧૫-૦૯-૧૮૬૧ ના રોજ
મૈસૂરના એક ગામડામાં થયો હતો. એલ.ઇ.સી. ની પરીક્ષા પ્રથમ નંબરે ઉતીર્ણ કરી, મુંબઇ સરકારના બાંધકામ
ખાતામાં તેમને ઇજનેરની જગ્યા મળી. નિવૃત થયા પછી નિઝામ સરકારે તેમને તરત જ ખાસ
સલાહકાર તરીકે રાખી લીધા. તેમણે આ પદ પર રહી કૃષ્ણા નદી પર વિખ્યાત ‘કૃષ્ણરાજસાગર’ બંધ બાંધ્યો. એમણે પાણી અને ગટર યોજના પાર પાડવા માટે છેક
એડન સરકારનું નિમંત્રણ મળ્યું હતું. રાજ્યના દીવાનપદે
તેઓ પહોંચ્યા હતા. મુંબઇ નહેર સમિતીના ચેરમેન પણ થયા.તેમને મળેલ માન-સન્માનમાં સી.આઇ.ઇ. તથા ભારત સરકારે અર્પણ કરેલ ‘ભારતરત્ન’ ની
ઉપાધિનો સમાવેશ થાય છે. બેંગલોરમાં ઇ.સ. ૧૯૬૨ માં તેમનો સ્વર્ગવાસ થયો.
No comments:
Post a Comment