પૂજ્ય શ્રી મોટા
પૂજ્ય શ્રી
મોટાનો જન્મ તા.૦૪-૦૯-૧૮૯૮ ના રોજ
વડોદરા પાસેના સાવલી ગામે થયો હતો. મોટાએ ન તો ભગવા
વસ્ત્ર ધારણ કર્યા,ન તો ઘર છોડ્યું,
ન તો આત્માનું કલ્યાણ કરીને સંતોષ માન્યો, પ્રામાણિકતાનું
ગૌરવતેમના જીવનમાં વણાઇ ગયું હતું. અનેક અડચણો વેઠીને મેટ્રિક અને કૉલેજ શિક્ષણ શરૂ કર્યું અને ત્યાંજ રાષ્ટ્રીય ચળવળના
રંગે રંગાઇને ગાંધીજીના આદેશ મુજબ દેશસેવામાં, હરિજન સેવામાં
લાગી ગયા.આધ્યાત્મિક શાંતિ માટે નડિયાદ,સુરત વગેરે સ્થળોએ
મૌન મંદિરોની સ્થાપના કરી. તારીખ ૨૨-૦૭-૧૯૭૬ ના દિવસે ફાજલપુર ગામે તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment