ડૉ.જીવરાજ મહેતા
ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન ડૉ.જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં તા.૨૯-૦૮-૧૮૮૭ ના રોજ થયો હતો. અઢી રૂપિયાની શિષ્યવૃતિ મેળવી મેટ્રિકની
પરીક્ષા પાસ કરેલી. મેડિકલ કૉલેજની
તમામ પરીક્ષાઓમાં પારિતોષિકો મેળવીને ઉતીર્ણ થયા. ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. ‘હિંદછોડો’ આંદોલનમાં તેમણે જેલવાસ
ભોગવ્યો. મુંબઇ રાજ્યના
પ્રધાનમંડળમાં નાણાંપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. ૧૯૬૦ માં પહેલી તારીખે ગુજરાત અલગ રાજ્ય થયું
ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ
મુખ્યમંત્રી બન્યા. બાદમાં શ્રી જીવરાજભાઇ
બ્રિટન ખાતે ભારતના હાઇકમિશનર અને પછી સંસદમાં ચૂંટાયા હતા. ઇ.સ. ૧૯૭૮ માં ૯૧ વર્ષની વયે તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment