નરસિંહ રાવ દિવેટીયા
નરસિંહ રાવ
દિવેટીયાનો જન્મ તા.૦૩-૦૯-૧૮૫૯ ના રોજ
અમદાવાદમાં થયો હતો. બી.એ. ની પરીક્ક્ષામાં સફળતા મેળવી આસિસ્ટંટ કલેક્ટરની નોકરીમાં જોડાયા. ત્યારપછી તો મુંબઇમાં ગુજરાતીના અધ્યાપક તરીકે
પણ સેવાઓ આપેલી. ‘કુસુમમાળા’, ‘હ્રદયવીણા’, નુપૂરઝંકાર’ વગેરે કાવ્યસંગ્રહો
કવિતાના વિકાસમાર્ગમાં એક માર્ગસૂચક સ્તંભ બની રહ્યા. ઉપરાંત નરસિંહ રાવ કવિ, વિવેચક, ભાષા શાસ્ત્રી, ચરિત્ર લેખક, નિબંધકાર, ગદ્યકાર તેઓ ગુજરાતી
સાહિત્યકાર પણ હતા. એક પછી એક ત્રણ
યુવાન પુત્રો, એક પુત્રી, એક દોહિત્રના અવસાનથી
કારમો આઘાત લાગ્યો હતો. ત્યારે એ સમયે ‘મંગલ મંદિર ખોલો દયામય’ જેવા શ્રધ્ધા અને
ભક્તિના પવિત્ર ગંભીર ઉદગારો પ્રગટ્યા. ઇ.સ. ૧૯૩૧ માં તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment