ઉછરંગરાય ઢેબર
ઉછરંગરાય ઢેબરનો જન્મ જામનગર નજીકના
ગંગાજળા ગામમાં તા.૨૧-૦૯-૧૯૦૫ ના રોજ થયો હતો. મુંબઇમાં અભ્યાસ કર્યા બાદ તેમણે
જીવનની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે કરી હતી. કેન્દ્ર સરકારની સંમતિથી સૌરાષ્ટ્ર રચના
થઇ અને ઉછંગરાય ઢેબર ઇ.સ. ૧૯૪૮ ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયા. તેઓ
જીવનભર રાજકીય, રચનાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃતિઓમાં મોખરે રહી યોગદાન આપતા
રહ્યા. તેમની કુનેહ જોઇ જવાહર લાલ નહેરુએ તેમને ઓલ ઇન્ડિયા કૉંગ્રેસના પ્રમુખપદે
નીમ્યા હતા. ઇ.સ. ૧૯૭૭ માં રાજકોટમાં તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment