ઇવાન પેટ્રોવિચ પાવલોવ
પાવલોવનો જન્મ તા. ૧૪-૦૯-૧૮૪૯ ના રોજ થયો હતો. એક ધાર્મિક પાઠશાળામાં અભ્યાસ કરી, સેન્ટ પિટ્સબર્ગ
વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી, શિક્ષા-દીક્ષા સમાપ્ત
કરી. ૪૧ વર્ષની વયે એમની
નિયુક્તિ મેડીકલ એકેડેમીમાં અધ્યાપક તરીકે થઇ. પાવલોવને
સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સન્માન એના પાચન સંસ્થાન સંબંધી અનુસંધાનો પર મળેલ. ઇ.સ.૧૯૦૪
માં એને ‘નોબેલ પુરસ્કાર’ એનાયત થયો. એમણે હંમેશાં
કૂતરાઓ પર જ પ્રયોગો કર્યા હતા. આજના શરીરશાસ્ત્રીઓ પાવલોવના પ્રયોગોમાંથી ઘણું ઘણું
શીખેલ છે. જેમાંના કેટલાક પ્રયોગ મનુષ્યો પર પણ કરવામાં આવેલ છે. ઇ.સ. ૧૯૩૬ માં ૮૭
વર્ષની વયે પાવલોવનું અવસાન થયું.
No comments:
Post a Comment