શહીદ વીર કનૈયાલાલ દત્ત
ક્રાંતિવીર, દેશભક્ત કનૈયાલાલ દત્તનો જન્મ ઇ.સ. ૧૮૮૭ માં જન્માષ્ટમીના દિવસે થયો હતો. બી.એ. માં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થઇ તેઓ ચન્દ્રનગર ગયા. અને ત્યાં ક્રાંતિ સંગઠન ઊભું કર્યું. તેમણે યુવકોને લાઠીના દાવ, તલવાર પટ્ટા, બંદૂકની નિશાનીબાજી વગેરે ગુપ્ત તાલીમ આપી
હતી. કનૈયાલાલ દેશબંધુ દાસના પ્રિય પાત્ર હતા. તેમની સત્યનિષ્ઠા અને નિર્ભયતા સૌને
પોતાના કરી દેતી. તાજના સાક્ષી બનેલા નરેન્દ્રનાથને ગોળીએ દેવા બદલ કનૈયાલાલ અને સત્યેન્દ્રનાથની
ધરપકડ થઇ અને કેસ ચાલી જતા તા. ૨૩-૦૯-૧૯૦૮ ના રોજ તેઓને ફાંસી આપવામાં આવી.
No comments:
Post a Comment