એમ.એસ.સુબ્બોલક્ષ્મી
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગાયિકા સુબ્બોલક્ષ્મીનો
જન્મ તા. ૧૬-૦૯-૧૯૧૬ ના રોજ મદુરાઇમાં થયો હતો. સંગીતનો વારસોએમને બાલ્યાવસ્થાથી જ
મળ્યો હતો. તેમણે ફિલ્મ લાઇન માં પ્રવેશ કર્યો અને ‘સેવાસદનમ્ક’, ‘શંકુથલાઇ’, ‘પ્રેમાઇલ’ અને ‘એન્દન ઇડાથુ થોલમ’જેવી ફિલ્મો તેમના ગીત- સંગીતના કારણે યાદગાર બની
ગઇ. ‘મીરા’ ફિલ્મના પ્રચારથી સુબ્બોલક્ષ્મી ઉત્તમ ગાયિકા તરીકે સહુના હ્રદયમાં
પ્રસ્થાપિત થયા હતા. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ અને ‘રાષ્ટ્રીય પુરસ્કાર’ અર્પણ કરી વિભૂષિત કર્યા હતા.તા.
૧૧-૧૨-૨૦૦૪ નારોજ તેમનું અવસાન થયું.
કૃષ્ણલાલ શ્રીધરાણી
ગુજરાતી સાહિત્યકાર શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા
ગામમાં તા. ૧૬-૦૯-૧૯૧૧ ના રોજ થયો હતો. તેમણે ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને અમદાવાદની
ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. તે પછી તેઓ રવિ ન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિ-નિકેતનમાં
પણ અભ્યાસ કરવા ગયા હતા. એમણે કવિતા, નાટક, વાર્તા એમ વિવિધ
સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કર્યું છે.
‘કોડિયાં’, ‘પુનરપિ’ એમના કાવ્યસંગ્રહો છે.
‘વડલો’, ‘પિયાગોરી’ અને ‘મોરનાં ઇંડાં’ એમના નાટ્યસંગ્રહો
છે. ‘ઝબકજ્યોત’ નામનું એમનું નાટક ભારે
જાણીતું છે.
No comments:
Post a Comment