હેમુ ગઢવી
કથાનકમાં રહેલા
વીર કે કરુણરસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર પાસેના
ઢાંકણિયા ગામે તા. ૦૮-૦૯-૧૯૨૯ના રોજ થયો
હતો. કુટુંબની સામાન્ય આર્થિક
સ્થિતિને કારણે તેઓ ઝાઝું ભણી શકેલા નહીં . કોઇક સુખદ અકસ્માતે હેમુભાઇ આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં
જોડાયા. લોકો પર એ કંઠે અજબનું
સંમોહન છાપી દીધું. સંખ્યાબંધ જાહેર
કાર્યક્રમો આપ્યા. ‘રાંકનું રતન’, ‘શેણી વિજાણંદ’, ‘પાતળી પરમાર’ જેવા લોકસંગીત રૂપકો આજે પણ એટલા જ લોકપ્રિય રહ્યા
છે. સૌરાષ્ટ્ર સંગીત નાટક
અકાદમીએ ‘શેતલને કાંઠે’ અને ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘ જેવા નાટકો રજૂ કર્યા હતા.
No comments:
Post a Comment