Sunday, 15 September 2013

૧૦ મી સપ્ટેમ્બર

ગોવિંદ વલ્લભ પંત

            ગોવિંદ વલ્લભ પંતનો જન્મ તા-૧૧૦-૦૯-૧૮૮૭ ના રોજ હિમાલયની તળેટીમાં ખૂંટ ગામમાં થયો હતો. અલ્હાબાદની કૉલેજમાં બી.. થઇ એલ.એલ.બી ની પદવી મેળવીને વકીલાતનો ધીકતો ધંધો જમાવ્યો. સ્વંય સેવક તરીકે કૉંગ્રેસમાં જોડાયા અને પંતજી કૉંગ્રેસના એક પીઢ નેતી તરીકે બહુમાન   પામ્યા. અસહકારની લડત શરૂ થતાં જેલમાં ગયા. સ્વરાજ્ય આવ્યું ત્યારથી જીવનની છેલ્લી ક્ષણ સુધી ઉત્તરપ્રદેશના પ્રધાનમંડળમાં તેમજ કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં રહ્યા એમની અદભૂત અને વૈવિધ્યસભર સેવાઓની કદરરૂપે એમને ભારતરત્ન ના મૂલ્યવાન પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હ્રદયરોગનો હુમલો આવતાં લાંબીબીમારી બાદ ઇ.. ૧૯૬૧ માં નવી દિલ્હીમાં તેમનું અવસાન થયું

No comments: