ડૉ.ચંદુલાલ
દેસાઇનો
આઝાદીની લડતના એક અગ્રણી
સૈનિક ડૉ.ચંદુલાલ દેસાઇનો જન્મ ઇ.સ. ૧૮૮૨ માં થયો હતો. તેઓ વ્યવસાયે દાંતના ડૉક્ટર
હતા. એ વ્યવસાય પણ લોકસેવા માટે સ્વીકાર્યો અને આજીવન સેવાના સાચા ભેખધારી બનીને
રહ્યા. ભરૂચની ‘સેવાશ્રમ’ સંસ્થા તેમના કાર્યનું જીવંત પ્રતીક છે. તેમણે કરેલી દવાની
એક શોધની રૉયલ્ટી છેક સુધી ‘સેવાશ્રમ’ સંસ્થાને આપી ત્યાગનું એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમનામાં
નિર્ણયશક્તિ, નીડરતા, સંયમ, સાદગી. અને ઝિંદાદિલી ભારોભાર ભરેલા હતા. તેથી જ તો પ્રજાએ તેમને ‘છોટે સરદાર’ ના હુલામણા નામે બિરદાવ્યા હતા. ૮૬
વર્ષની વયે તા. ૩૦-૦૮-૧૯૬૮ ના રોજ આ નીડર કર્મયોગી નું અવસાન થયું.
No comments:
Post a Comment