Monday, 2 September 2013

૩૧ ઑગસ્ટ


ફાર્બસ સાહેબ

           એલેકઝાન્ડર  ફોર્બ્સનો જન્મ ઇ.. ૧૮૨૧ માં સ્કોટલેન્ડમાં થયો હતો. સંજોગોવશાત ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીને રાહે ગુજરાતમાં આવવાનું બન્યું. અહીંના કલાત્મક શિલ્પ સ્થાપત્યભર્યા મંદિરો અને મસ્જિદો વગેરે જોઇને તેમને ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા જાગી. કવિ શ્રી દલપતરામ જેવા મિત્ર સાંપડ્યા. ફાર્બ્સ સાહેબે સ્થાપેલી વર્નાક્યુલર સોસાયટી દ્વારા અનેક પ્રવૃતિઓ આદરી. ઇડરમાં પોતાના ખર્ચે ૩૦૦ જેટલાં કવિઓનો મુશાયરો ગોઠવ્યો હતો. મુંબઇમાં ગુજરાતી સભા ની સ્થાપના કરી. જે પાછળથી ફાર્બ્સ ગુજરાતી સભા તરીકે જાણીતી બની. ૩૧-૦૫-૧૯૬૫ ના રોજ તેમનું અવસાન થયું

No comments: