સુરેન્દ્રમોહન ઘોષ
મહર્ષિ અરવિંદના પટ્ટશિષ્ય, સમર્પણ અને સ્વાર્પણના અદભૂત પ્રેરણાદાયી વ્યક્તિ
વિશેષ સુરેન્દ્રમોહન ઘોષનો જન્મ ઇ.સ. ૧૮૯૩માં થયો હતો. મેટ્રીક પાસ કરી
કે તરત જ ક્રાંતિકારી દળ માટેની તેમની કામગીરી શરૂ થઇ. એમની ધરપકડ પણ થઇ. કારાવાસમાંથી છૂટ્યા પછી ગાંધીજીની મુલાકાત થઇ
અને ભારતની બંધારણ સમિતિના સભ્ય બન્યા. તેમજ પોંડેચેરીના ધી વલ્ડ યુનિયનના પ્રમુખ પણ બન્યા. જ્ઞાતિવાદના તેઓ વિરોધી અને સ્ત્રી
સ્વાતંત્ર્યના પ્રખમ હિમાયતી હતી. ઉતરાવસ્થામાં
એમની વૃતિઓ શ્રી અરવિંદના તત્વજ્ઞાન અને યોગમાં વળી. રાજકીય ક્રાંતિમાંથી વિરક્ત થઇ યોગક્રાંતિને
ખોળે ગયા. તા. ૦૭-૦૯-૧૯૭૬ના રોજ એમનું અવસાન થયું.
ઇલા ભટ્ટ
ઇલા રમેશભાઇ
ભટ્ટ્નો જન્મ અમદાવાદમાં તા. ૦૭-૦૯-૧૯૩૩ના રોજ થયો
હતો. તેઓ ભણી ગણીને બી. એ. થયા ત્યારબાદ એલ. એલ. બીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ ઇઝરાયેલ ગયાં અને “ઇન્ટરનેશનલ ડિપ્લોમાં ઇન લેબર એન્ડ કો-ઑપરેટિવ” ની ડિગ્રી મેળવી. મુંબઇની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ તેમની ડિ.લિટ.ની માનદ પદવી એનાયત કરી.
શ્રમ કરનારી પછાત વર્ગની બહેનોને મદદ કરવા માટે તેમણે અમદાવાદમાં ‘સેવા’ નામની સંસ્થાની ઇ. સ. ૧૯૭૨મા સ્થાપના કરી, આવી બહેનોને આર્થિક
મદદ પૂરી પાડવા ૧૯૭૪માં સેવા સહકારી બેંકની પણ સ્થાપના કરી. સરકારે તેમની સેવાઓને
ધ્યાનમાં લઇ ૧૯૮૫માં પદ્મશ્રી, ૧૯૮૭ પદ્મભૂષણ એવોર્ડ આપવામાં
આવ્યા છે. ૧૯૮૭માં સરદાર પટેલ સંસ્થા તરફથી ગુર્જરરત્ન સન્માન પ્રાપ્ત થયું હતું.
No comments:
Post a Comment