ભારતેન્દુ હરિશ્ચંદ્ર
હિંદી ભાષાનું
ગૌરવ વધારી તેને વિકસાવનાર હરિશ્ચંદ્રનો જન્મ તા. ૦૯-૦૯-૧૮૫૦ના રોજ થયો હતો. તેમનો સ્વભાવ પહેલેથી જ તોફાની અને સ્વતંત્ર.સર્વપ્રથમ તો હિન્દી ભાષાનો પ્રભાવ જમાવવા
તેમણે ‘કવિવચન સુધા’ નામનું માસિક કાઢયું. જનતાનો આદર મળતા હરિશ્ચંદ્રે એક પછી એક અનેક
પત્રો કાઢવા માંડયા અને હિન્દી સાહિત્યનું
સ્વપ્ન તેમણે સાર્થક બનાવ્યું. સ્ત્રી શિક્ષણના
તેઓ હિમાયતી હતા. કોઇ પણ પ્રાંતમાં
પરીક્ષા પસાર કરનાર સ્ત્રીને તેઓ પોતાના તરફથી બનારસની સાડી ભેટ મોકલતા. વાત્સલ્ય વરસાવનાર બાબુ હરિશ્ચંદ્રને ઋણી પ્રજા
‘ભારતેન્દુ’ નો ઇલકાબ આપે તેમાં નવાઇ
નથી. માત્ર ૩૫ વર્ષની વયે વિદાય લેતા એ ‘ભારતેન્દુ’ હરિશ્ચંદ્ર
અસ્ત પામ્યા.
કિશોરલાલ મશરૂવાળા
ગુજરાતના આંગળીને
વેઢે ગણી શકાય તેટલા તત્વચિંતકોમાંના એક એવા કિશોરલાલ મશરૂવાળાનો જન્મ ઇ.સ. ૮૯૦માં મુંબઇમાં થયો હતો. ગાંધીજીના
પરિચયમાં આવ્યા બાદ તેમના વિચારોમાં રંગાઇ ગયા અને ગુજરાત વિદ્યાપીઠને પોતાનું
કાર્યક્ષેત્ર બનાવ્યું. તેઓ સારા કેળવણીકાર હતા. વિવેચક પણ હતા.
‘જીવનશોધન’, ‘કેળવણીના પાયા’, ‘સમૂળી ક્રાંતિ’, ‘સંસાર અને ધર્મ’ તેમના ઉતમ પુસ્તકો છે. ‘બુદ્ધ અને મહાવીર’, ‘રામ અને કૃષ્ણ ‘, ‘ઇશુ’, ’સહજાનંદ’ સહજ સરળ ભાષામાં લખાયેલાં જીવનચરિત્રના ગ્રંથો છે.
No comments:
Post a Comment