રાજ વૈધ જીવરામ શાસ્ત્રી
ગોંડલની ભુવનેશ્વરી પીઠના સ્થાપક આચાર્ય ચરણતીર્થ મહારાજનું પૂર્વાશ્રમનું નામ જીવરામ શાસ્ત્રી હતું. તેમનો જન્મ જામનગર મેવાસા ગામે થયો હતો. અનેક મુશ્કેલીઓ પાર કરીને માત્ર સોળ વર્ષની વયે ‘શાસ્ત્રી’ની પદવી લીધી. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એમને
ગોંડલ રાજ્યના ‘રાજવૈધ’ તરીકે નિમણૂંક કરી. એમણે
સ્થાપેલી ‘રસશાળા ઔષધાશ્રમ’ ની મુલાકાત
ગાંધીજીએ પણ લીધી હતી. રાજવૈધ તરીકે તેમની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાઇ હતી. જોધપુર, ઇન્દોર, મૈસૂર વગેરે રાજયના રાજવીઓ પણ તેમની આયુર્વેદની
નિપુણતાનો લાભ લેતા હતા. તત્વ જ્ઞાન, જ્યોતિષ, કર્મકાંડ, પુરાણ, વ્યાકરણ વગેરે વિવિધ વિષયો પર તેમણે લગભગ ૨૦૦ થી વધુ
ગ્રંથો પ્રસિદ્ધ કર્યા હતા. તેમણે ૬૦૦૦ જેટલી હસ્તપ્રતો પણ એકત્ર કરી હતી. ૦૨-૦૯-૧૯૭૮ ના રોજ તેમનું અવસાન થયું
No comments:
Post a Comment