Monday, 2 September 2013

૧ લી સપ્ટેમ્બર

જુગતરામ દવે

                જુગતરામ દવેનો  જન્મ સુરેન્દ્રનગર પાસેના લખતર ગામે તા. ૦૧-૦૯-૧૮૯૨ ના રોજ થયો હતો. મેટ્રિકની પરીક્ષામાં બે વખત નપાસ થયેલા. સ્વામી આનંદે તેમની સાહિત્યિક રુચિ જોઇને પરદેશી કંપનીમાંથી નોકરી છોડાવી, વીસમી સદી માસિકમાં કામ અપાવ્યું. ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા અને નવજીવન પત્ર માટે પણ કામ કર્યું. તેમણે રાષ્ટ્રીય શિક્ષણને વેડછીની ભૂમિ પર ચરિતાર્થ કરવાનો પુરૂષાર્થ આદર્યો. સત્યાગ્રહ દરમિયાન અનેકવાર જેલમાં ગયા. ગામડાના ફળિયામાં સાધનો દ્વારા તેમણે બાલવાડી ના સફળ પ્રયોગો કર્યા. બાળ શિક્ષણ અને આદિવાસીના સર્વાંગી વિકાસમાં  કરેલા પ્રયત્નો બદલ તેમને જમનાલાલ બજાજ એવોર્ડ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણના આચાર્ય જુગતરામ દવેનું ઇ.સ. ૧૯૮૫ માં અવસાન થયું. 

No comments: