પરીક્ષિતલાલ મજમુદાર
અસ્પૃશ્યતા નિવારણના
કાર્ય માટે સમગ્રજીવન સમર્પિત કરનાર પરિક્ષિતલાલનો જન્મ ઇ.સ. ૧૯૦૧ માં પાલીતાણા મુકામે થયો હતો. મેટ્રિક થઇ ડૉક્ટરથવાની ઇચ્છાથી મુંબઇની વિલ્સન કૉલેજમાં અભ્યાસ કર્યો. અભ્યાસ છોડીને રાષ્ટ્રીય કેળવણી માટે અમદાવાદમાં
બાપુએ સ્થાપેલી વિદ્યાપીઠમાં જોડાયા. નાગપુર ઝંડા સત્યાગ્રહ
દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો. હરિજન સેવાર્થે
ગુજરાતને ‘ગામડે-ગામડે’ ઘૂમતાં તેમણે અનેક ખાટા-મીઠા અનુભવો
પણ થતાં. છતાં જીવનના અંત સુધી પોતાના ધ્યેયને વળગી રહ્યાં. ગીતાના કર્મયોગના સિદ્ધાંતને હદયમાં
ઉતાર્યો હતો. તેમની સેવાઓની
કદરરૂપે ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ નો ઇલકાબ આપ્યો. તા. ૧૨-૦૯-૧૯૬૫ ના રોજ હદયરોગનો હુમલો આવતા એમનું પ્રાણ
પંખેરુ ઊડી ગયું.
No comments:
Post a Comment