લીઓ ટોલ્સટોય
મહાન રશિયન લેખક અને વિચારક લીઓ ટોલટોયનો જન્મ તા.-૨૮-૦૮-૧૮૨૮ ના રોજ રશિયામાં થયો
હતો. તેમણે પોતાની પ્રથમ નવલકથા ‘એક રશિયન જમીનદાર’ લખી. રશિયા અને તુર્કી
વચ્ચે થયેલા યુદ્ધને તેણે વાસ્તવિક રીતે નિહાળ્યું. તેમની બે મહાન કૃતિઓ ‘આના કારેનિના’ અને ‘વૉર એન્ડ પીસ’ ખૂબ વખણાઇ છે. ખેડૂતોના બાળકો
માટે શાળા ચલાવી શકાય તેવી બાળપોથી લખી. પછી તેને સાહિત્ય સર્જન પ્રત્યે વૈરાગ્ય આવ્યો. તેમનું જીવન દિવસ-દિવસે સાદું, સંયમી અને
ઇશ્વરપારાયણ બનવા લાગ્યું હતું. સર્વનો ત્યાગ કરનાર લીઓ ઘર છોડી એક સ્થળેથી
બીજે સ્થળે ભટકતા રહ્યા. ઇ.સ. ૧૯૧૦ માં નાની બીમારી બાદ એક રેલ્વે સ્ટેશન પર
તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment