રસાયણશાસ્ત્રી
નાગાર્જુન
રસાયણ શાસ્ત્રના મહાન જ્ઞાતા અને ‘સિદ્ધ’ પદવીથી પૂજાતા મહાત્મા નાગાર્જુન,આજથી આશરે ૨૦૦૦
વર્ષ પહેલા, વિદર્ભ દેશમાં ( આજના મધ્ય પ્રાંત નજીકના વરાડ
પ્રાંતમાં ) જનમ્યા હતા. તેમના માતા-પિતાના નામ જાણવા મળ્યા નથી. પરંતુ તેઓ બહુ જ
બુદ્ધિશાળી હતા. તેઓ જ્યોતિષ હતા. નાગાર્જુનની બુદ્ધિ તેજ હતી. માત્ર પાંચ વર્ષની
વયે વેદ અને બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. અભ્યાસ માટે નાગાર્જુન નાલંદા
વિશ્વવિદ્યાલયમાં ગયા અને પવિત્ર ભાવે બુદ્ધ ભગવાનના તત્વજ્ઞાનનું વાંચન કરવા
માંડ્યું. નાલંદા એ સમયનું ખૂબ મોટું વિદ્યાધામ હતું. અહીં તે વેદ, વેદાંગ, ધર્મશાસ્ત્રો, ઇતિહાસ, ભૂગોળ અને રસાયણ શાસ્ત્ર શીખ્યા. યોગ્ય ઉંમરે વિદ્યાભ્યાસ પૂર્ણ કરી ત્યાં જ અધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ નાલંદા
વિશ્વ વિદ્યાપીઠના કુલપતિનું અવસાન થતાં તે જગ્યા પર તેમની નિમણૂંક કરવામાં આવી.
ત્યારબાદ તે સમયે ચાલતા બૌદ્ધ સંઘ ના નેતા
તરીકે પણ તેમની નિમણૂંક કરવામાં આવી. ત્યારબાદ તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશનો
પ્રવાસ શરૂ કર્યો.
માનવામાં આવે છે કે તેમણે
જાતજાતનાં દ્રવ્યો મેળવીને કોઇ નવા ઔષધો બનાવવાના પ્રયોગો કર્યા હતા. અને તેમણે
તે સમયે વાઢકાપના નવા ઓજારો પણ બનાવ્યા હતા. તેમણે પ્રયોગો કરીને સોનું,
તાંબુ, કલાઇ, હીરા, મોતી અને પારાની ભસ્મ બનાવવાની વિધિઓ શોધી કાઢી. જેમાં આજે આપણે મકરધ્વજ
ગળીઓ કે વસંતમાલતી ગોળીઓ ના નામે આપણે ખાઇએ છીએ.
તેમણે રસાયણશાસ્ત્રની સાથે સાથે
ધર્મ, તત્વજ્ઞાન, અને સ્થાપત્ય કળાઓમાં પણ ઘણો
સુધારો કર્યો છે. અને જુદા જુદા વિષયો પર સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. નાગાર્જુને આ રીતે પોતાનું જીવન પવિત્ર રીતે લોક
પરોપકારના કાર્યોમાં જ પૂર્ણ કર્યું. નાલંદા વિશ્વ વિદ્યાલયમાં સેવા બજાવ્યા બાદ
ત્યાંથી વિદાય લઇ તેઓ પોતાની જન્મભૂમિમાં જઇ વસ્યા. વરાડ પ્રાંતમાં રામટેક નામે
હાલ જાણીતા ગામમાં તેમણે એક મોટો ભિક્ષુવિહાર-સાધુઓને રહેવાનો મઠ બંધાવ્યો અને
પોતે પણ ત્યાં જ રહ્યા. અહીં રહીને તેમણે ભગવાન બુદ્ધના મંદિરો બંધાવ્યા અને અને સાધુઓને
ધાર્મિક શિક્ષણ આપીએ દેશવિદેશ ઉપદેશ, લોકસેવા, અને લોકશિક્ષણ માટે મોકલવામાં આવતા હતા. મહાત્મા નાગાર્જુને ઇ.સ. ૨૩ માં
જન્મીને ઇ.સ. ૩૨૩માં, ત્રણસો વર્ષની લાંબી જિંદગી ભોગવી
સંસારમાંથી વિદાય લીધી.