શ્રીમતી કમલા નહેરૂ
શ્રીમતી કમલા
નહેરૂનો જન્મ તા. ૦૧-૦૮-૧૮૯૯માં થયો હતો. તેમનું વેવિશાળ તેર વર્ષની વયે જવાહરલાલ સાથે
થયું. તેમણે કોઇ શાળા કે
કૉલેજમાં પ્રવેશ મેળવ્યો ન હતો. છતાં તેમણે ઘેર
રહીને ખૂબ સારો અભ્યાસ કરેલો. કમલા નહેરૂ ઑલ
ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીનાં સભ્ય હતાં. અને વર્ષો સુધી કાર્યરત રહેલા. સવિનય કાનુનભંગની
ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધેલો.તેમણે અનેક
સ્થળોએ પિકેટીંગ કરીને લડતને વેગવંતી બનાવી. ઇ. સ. ૧૯૩૬માં માત્ર ૩૭ વર્ષની વયે અવસાન પામ્યા.
No comments:
Post a Comment