ખુદીરામ બોઝ
શ્રી ખુદીરામ બોઝને મા ભોમની
આઝાદીની તમન્ના ગળથૂંથીમાં જ પીવા મળી હતી. વંદે માતરમ્ પત્રમાં રાજદ્રોહી લેખ લખવા માટે મહર્ષિ અરવિંદ ઘોષની ધરપકડ થઇ
ત્યારે તેના વિરોધમાં કલકત્તામાં એક સરઘસ નીકળ્યુ ત્યારે નિર્દોષ માણસો પર આડેધડ લાઠી
વીઝીં રહેલો એક ગોરો સાર્જન્ટ કિંગ ફોર્ડ ખુદીરામ બોઝ માટે શિકારનું લક્ષ્ય બની
ગયો. સતત દસ દિવસ અનેક યાતનાઓ
વેઠી એમણે સાર્જન્ટનો પત્તો લગાવ્યો, પરંતુ ખરો શિકાર
હાથમાંથી છટકી ગયો. દુશ્મનના હાથમાં
જીવતા પકડાવા કરતાં મરી જવું સારું એમ સમજીને વિરામ લીધા વિના સતત ૨૫ માઇલ દોડ્યા
કરીને અંત્યત થાકી ગયેલા ખુદીરામ વહેલી સવારે પકડાઇ ગયા. અને ઇ.સ. ૧૯૦૮ ના ઑગસ્ટની ૧૧ મી તારીખે હસતાં હસતાં
ફાંસીના માંચડે ચઢી હાથમાં ગીતા રાખીને અને મુખેથી ત્રણ વાર ‘વંદે માતરમ્’ ના નારા લગાવીને મોતને સ્વીકારી લીધું.
No comments:
Post a Comment