ઝવેરચંદ મેઘાણી
ગુજરાતના રાષ્ટ્રીય શાયર
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭-૦૮-૧૮૯૭ ના રોજ પાંચાલ ભૂમિના ચોટીલા ગામે થયો હતો. બી.એ.
થઇ એક કારખાનામાં વ્યવસ્થા વિભાગમાં જોડાયા ત્યાં બંગાળી ભાષા શીખ્યા.ત્યાં જ જુવાન
ઝવેરચંદને જાણે મા-ભોમનો સોરઠની ધરતીનો સાદ સંભળાયો અને પોતાની નિશ્ચિત આજીવિકા છોડીને
લોક-સાહિત્યની સેવા કરવા સૌરાષ્ટ્રમાં આવી ગયા. સૌરાષ્ટ્રના દુહાઓ અને લોકકથાઓને પુનર્જીવીત
કરી ગામડે-ગામડે રખડી-રઝડીને ઘરડેરા પાસે વાતો કઢાવેને એ ધરબાયેલા ધનને સાહિત્યિક પુટ
આપીને સૌરાષ્ટ્રના ખમીરને લોકો સમક્ષ મૂકી દીધું.
માત્ર પચાસ વર્ષના ટૂંકા આયુંષ્યમાં
તેમણે અઠ્યાસી પુસ્તકો લખ્યા. ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘તુલસીક્યારો’, ‘વેવિશાળા’, ‘કંકાવટી’, ‘રવિન્દ્ર વિણા’, ‘યુગવંદના’ વગેરે તેમના ઉલ્લેખનીય પ્રકાશનો છે. ચારણો તથા જોગી-જતીઓની
વચ્ચે ઘુમીને લોકસાહિત્ય એકઠું કરવાથી માંડીને સાહિત્ય પરિષદ સંમેલનમાં પ્રમુખ પદે
તે બિરાજ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભાએ તેમને ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ કર્યો હતો. ઇ.સ. ૧૯૪૭ માં તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment