Saturday, 10 August 2013

૬ ઠ્ઠી ઑગસ્ટ


સુરેન્દ્રનાથ બેનરજી
         આજીવન દેશસેવાના ભેખધારી સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ ઇ.. ૧૮૪૮ માં બંગાળમાં થયો હતો. અભ્યાસમાં પ્રથમથી જ તેજસ્વી હતા. કૉલેજના વાર્ષિક સમારંભોમાં ઉપરાઉપરી પારિતોષિકો જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આઇ.સી.એસ. નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. ભારત પાછા ફરી સુરેન્દ્રનાથ મેજીસ્ટ્રેટ બન્યા બે જ વર્ષની એમની કારકિર્દીમાં સામાન્ય દોષો કાઢી બ્રિટિશ સરકારે તેમને બરતરફ કર્યા. પોતે શરૂ કરેલા બંગાળી પત્ર દ્વ્રારા બંગાળના યુવાનોમાં ઉચ્ચ દેશપ્રેમ માટે હાકલ કરી. લોકોએ તેમને બંગકેસરી અને બંગાળના બેતાજ બાદશાહ તરીકે નવાજ્યા હતા. સર નો ઇલકાબ આપી અંગ્રેજ સરકારે પણ તેમનું બહુમાન કર્યું હતું. હિન્દના આ દેશભક્તનું ૭૭ વર્ષની વયે તા.- ૦૬/૦૮/૧૯૨૫ ના રોજ અવસાન થયું.    


એલેકઝાંડર ફ્લેમિંગ
          એલેકઝાંડર ફ્લેમિંગનો જન્મ તા. ૦૬/૦૮/૧૯૮૧ ના રોજ ઇંગ્લેન્ડ દેશમાં થયો હતો. સંશોધન કરી પેનિસિલિન નામની એન્ટિબાયોટિક નામની દવાની શોધ કરી. આ શોધ વડે બૅક્ટેરિયા વડે થતા દુ:ખ દર્દનો ઉપાય જડી ગયો.
          પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઘાયલ સૈનિકોની સારવાર માટે પેનિસિલિન અક્સીર દવા તરીકે વપરાઇ હતી, ને તેનાથી સૈનિકોને પણ રાહત થઇ હતી. આવી મહાન શોધ માટે તેમને નોબેલ ઇનામ પણ આપવામાં આવ્યું હતું.


No comments: