Saturday, 10 August 2013

૨ જી ઑગસ્ટ

ગ્રેહામ બેલ

                 ગ્રેહામ બેલનું નામ ટેલિફોનના શોધક તરીકે જાણીતું છે. ભારત આઝાદ થયું તેના સો વર્ષ પહેલાં સ્કોટલેન્ડમાં તેમનો જન્મ થયો હતો. આ વિચક્ષણ વ્યક્તિ શિક્ષણની સર્વોતમ ડિગ્રી મેળવી ડૉક્ટર બન્યા. દૂરથી બોલાયેલા શબ્દો કોઇ નળી જેવા સાધનો વિના બીજા ભૂંગળામાં સ્પષ્ટપણે સાંભળી શકાય એવી શોધ કરી એને ટેલિફોન નામ આપવામાં આવ્યું. પછી તો ટેલિફોનમાં અનેક સુધારા વધારા થયા. એડિસને તેમાં સક્રિય રસ લીધો. તા. ૦૨-૦૮-૧૯૨૨ના રોજ તેઓ અવસાન પામ્યા. ત્યારે તેના માનમાં સર્વત્ર બે મિનિટ બેલ પદ્ધતિ થી ચાલતી ટેલિફોન સર્વીસો બંધ રાખવામાં આવી હતી.  

No comments: